મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે લીલાપર રોડ પર ગૌશાળા નજીક ખુલ્લી જગ્યામાં તીનપત્તિનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડા રૂ.૧૦,૨૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે લીલાપર રોડ ઉપર ગૌશાળાની વાડી નજીક ખડીયા હનુમાન મંદિર પાસે રેઇડ કરવામાં આવી હતી. અહીં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા અરવિંદભાઈ દાદુભાઈ બાટી ઉવ.૩૨ વજેપર શેરી નં.૪, દેવરાજભાઈ બાબુભાઈ છુછીયા ઉવ.૨૭ રહે. લીલાપર રોડ ખડીયાપરા મોરબી અને આરોપી ભરતભાઈ રમેશભાઈ બાટી રહે.લીલાપર રોડ ખડીયાવાસ મોરબી વાળાને રોકડા રૂ.૧૦,૨૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે એ ડિવિઝન પોલીસે ત્રણેય જુગારી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






