મોરબી તાલુકાના વનાળીયા ગામે ચબુતરા ઉપરથી બિયરના ૯૫ ટીન મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વનાળીયા ગામના ચબુતરા પાસે પહોંછતા ત્યાં ચબુતરા નીચે ખાલી બિયરનું બોક્સ જોવા મળતા પોલીસે ચબુતરા ઉપર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી માઉન્ટ્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયરના ૯૫ ટીન કિ.રૂ.૧૧,૮૭૫/- મળી આવ્યા હતા. હાલ તાલુકા પોલીસે બિયરનો બિનવારસી જથ્થો મળી આવતા આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી, આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.






