Sunday, July 12, 2026
HomeGujaratટંકારામાં મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલ ઝડપ, બે અજાણ્યા બાઈક સવાર સામે...

ટંકારામાં મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલ ઝડપ, બે અજાણ્યા બાઈક સવાર સામે ફરિયાદ નોંધાઇ

ટંકારાના લતીપર રોડવ પર રાત્રે ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી ડબલ સવારી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આશરે એક તોલાનો સોનાનો ચેઇન આંચકી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના લક્ષ્મીનારાયણ શેરીમાં રહેતા વેપારી જયેશભાઈ અવચરભાઈ વાધરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પત્ની હર્ષીદાબેન અને ભાભી મીનાબેન ગત ૪ જુલાઈની રાત્રે રોડ પર ચાલવા નીકળ્યા હતા. દરમિયાન લતીપર-ટંકારા રોડ પર દયાનંદ હોસ્પિટલ સામે પાણીના ટાંકા પાસે પહોંચતા પાછળથી ડબલ સવારી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોમાંથી પાછળ બેઠેલા વ્યક્તિએ હર્ષીદાબેનના ગળામાંથી આશરે એક તોલાનો કિ.રૂ.૧.૧૦લાખનો સોનાનો ચેઇન આંચકી લીધો હતો. જે બાદ બન્ને મહિલાઓએ ચોરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને બાઇક સવાર શખ્સો નાસી ગયા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૪ અને ૫૪ હેઠળ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!