મોરબીના નાની વાવડી ગામે આવેલી જેક્સ વિલા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપીઓમાં અરવિંદભાઈ અવધેશભાઈ તીવારી ઉવ.૨૮ હાલ રહે. રંગપર પાસકોન કંપની તા. મોરબી મુળ રહે. મહોયપુર તા.ગરીહાર જી. છતરપુર મધ્યપ્રદેશ, ક્રિષ્નાભાઈ બલદાવ શુકલા ઉવ.૨૪ હાલ રહે. રંગપર પાસકોન કંપની તા. મોરબી મુળ રહે.મહોયપુર, તા. ગરીહાર જી.છતરપુર મધ્યપ્રદેશ, સોનલબેન ઉર્ફે સંગીતાબેન કરશનભાઈ નાનભાઈ કાથરાણી ઉવ.૪૫ રહે. વાઘરવા તા. માળીયા(મી), મેરૂનબેન સલીમભાઈ કરમાલીભાઈ પંજવાણી ઉવ.૪૭ રહે.સામાકાંઠે આનંદનગર સોસાયટી મોરબી તેમજ સરોજબેન રાજેશભાઈ ભગવાનજીભાઈ પરમાર ઉવ.૫૦ રહે.નાનીવાવડી જેક્સ વિલા સોસાયટી મોરબી વાળાને રોકડા રૂ.૧૨,૭૦૦/;સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.






