મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રેલ્વે સ્ટેશન રોડ પર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૬,૭૦૦/- સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી માહિતીના આધારે મોરબી રેલ્વે સ્ટેશન નજીક ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારિત નોટ નંબરીનો જુગાર રમતા મહેબુબભાઈ સુલેમાનભાઈ સુમરા રહે. રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલ પાછળ મોરબી, હાસમભાઈ જુમાભાઈ ઘણીયા રહે. રણછોડનગર ઓમ શાંતિ સ્કૂલ પાસે મોરબી, સબ્બીરભાઈ કાસમભાઈ સુમરા રહે. વિશીપરા મદીના સોસાયટી મોરબી અને ઉમરભાઈ અકરમભાઈ સુમરા રહે. વાવડી રોડ સુમરા સોસાયટી મોરબી વાળાને રોકડા રૂ.૬,૭૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






