Tuesday, July 14, 2026
HomeGujaratવાંકાનેરના દેરાળા ગામે ચેકડેમમાં ડૂબી જતાં ૨૨ વર્ષીય યુવકનું મોત

વાંકાનેરના દેરાળા ગામે ચેકડેમમાં ડૂબી જતાં ૨૨ વર્ષીય યુવકનું મોત

વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં આવેલા ચેકડેમમાં ન્હાવા પડેલા મહેસાણા જીલ્લાના ૨૨ વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે મરણ નોંધ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગત અનુસાર, મૃતક સિદ્ધરાજ જસવંતસિંહ ઠાકોર ઉવ.૨૨ રહે.બાલીપુરા તા.વિસનગર જી.મહેસાણા વાળો ગઈકાલ તા.૧૩/૦૭ના રોજ દેરાળા ગામની સીમમાં આવેલા ચેકડેમમાં ન્હાવા પડ્યો હતો, દરમિયાન પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. ત્યારે મૃતકનો મિત્ર અર્જુનભાઈ ઠાકોર તેને મૃત હાલતમાં સારવાર માટે લાવતા હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર મેડિકલ ઓફિસરે જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!