Tuesday, July 14, 2026
HomeGujaratમોરબીના જાંબુડીયા સ્થિત કારખાનામાં ચાલુ વીજલાઈનના ૮૦ મીટર વાયરની ચોરી

મોરબીના જાંબુડીયા સ્થિત કારખાનામાં ચાલુ વીજલાઈનના ૮૦ મીટર વાયરની ચોરી

કારખાનાની દીવાલ કુદી ચાલુ વીજ લાઇનના કેબલ કાપી બે અજાણ્યા તસ્કરો ફરાર: સમગ્ર ઘટના CCTVમાં કેદ.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલા રોલેક્સ સ્પ્રે ડાયલ મારબલ કારખાનામાંથી મોડી રાત્રે બે અજાણ્યા શખ્સોએ દીવાલ કુદી પ્રવેશ કરી ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના અંદાજે ૮૦ મીટર કેબલ વાયર કિ.રૂ.૪૦ હજારની ચોરી કરી લઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં તાલુકા પોલીસે બે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ,ફરિયાદી અંકુરભાઈ ડાયાભાઇ કગથરાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલા રોલેક્સ સ્પ્રે ડાયલ નામના મારબલ કટીંગ કારખાનામાં ગઈ ૫ જુલાઈની રાત્રે અંદાજે ૧૦થી ૧૧ વાગ્યાની વચ્ચે બે અજાણ્યા શખ્સોએ કારખાનાની દીવાલ કુદી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ગોડાઉનની બહાર આવેલી ચાલુ ઇલેક્ટ્રિક લાઇનમાંથી અંદાજે ૮૦ મીટર ૧૦ એમએમ. કેબલ વાયર કિ.રૂ.૪૦ હજારનો કાપી ચોરી કરી લઈ ગયા હતા. બીજા દિવસે કારખાનાના સુપરવાઈઝરે ઘટનાની જાણ કરતાં કારખાનાના CCTV કેમેરા તપાસવામાં આવતા અંદાજે ૨૫ થી ૩૦ વર્ષ ઉંમર ધરાવતા બે અજાણ્યા શખ્સો ચોરી કરતાં સ્પષ્ટ દેખાયા હતા. જેથી આરોપીઓની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તાલુકા પોલીસે બન્ને અજાણ્યા તસ્કરો તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!