Tuesday, July 14, 2026
HomeGujaratમોરબી મનપાની યુસીડી શાખા દ્વારા એસબીઆઈ ખાતે પીએમ સ્વનિધી ડિસબર્સમેન્ટ કેમ્પ યોજાયો

મોરબી મનપાની યુસીડી શાખા દ્વારા એસબીઆઈ ખાતે પીએમ સ્વનિધી ડિસબર્સમેન્ટ કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલીકાની યુ.સી.ડી. શાખા દ્વારા ભારત સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અંતર્ગત લાભાર્થીઓને સરળતાથી લોન ની રકમ ઉપલબ્ધ થાય તે હેતુસર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાવસર પ્લોટ શાખા મોરબી ખાતે ડિસબર્સમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન પીએમ સ્વનિધી યોજના હેઠળ મંજુર થયેલા કુલ-૩૦ લાભાર્થીઓને લોન વિતરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં ૯ લાભાર્થીઓને રૂ.૧૫ હજારની લોન અને ૧૨ લાભાર્થીઓને રૂ.૨૫ હજારની લોન અને ૯ લાભાર્થીઓને રૂ.૫૦ હજારની એમ કુલ રૂ.૮,૮૫,૦૦૦/- ની લોન સહાય બેંક મારફત આપવામાં આવી હતી સાથે સાથે લાભાર્થીઓને યોજનાની વિવિધ સુવિધાઓ સમયસર હપ્તા ભરવાના લાભો તેમજ આગામી તબક્કાની વધુ રકમની લોન મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપાવામાં આવ્યું હતું.

મોરબી મહાનગરપાલીકાની યુ.સી.ડી. શાખાના શાખા અધ્યક્ષ તથા એસબીઆઈ બેંકના સાવસર પ્લોટ બ્રાંચ મેનેજરના સંયુક્ત પ્રયાસોથી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં શેરી ફેરીયા, લારી ગલ્લા ધારકો અને અન્ય પાત્ર લાભાર્થીઓએ હાજરી આપી યોજનાનો લાભ મેળવ્યો હતો મોરબી મહાનગરપાલીકા દ્વારા શહેરના વધુમાં વધુ પાત્ર ફેરીયાઓ અને નાના વેપારીઓને પીએમ સ્વનિધી યોજનાનો લાભ મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે યોજનાથી સ્વરોજગારીને પ્રોત્સાહન મળી રહ્યું છે તેમજ નાના વેપારીઓને તેમના વ્યવસાયને વધુ મજબુત બનાવવામાં આર્થિક સહાય મળી રહી છે તેમ યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!