Tuesday, July 14, 2026
HomeGujaratમોરબી મનપાની ફૂડ શાખાનું કડક ચેકિંગ: ૪૦ ખાણી-પીણીની પેઢીઓનું નિરીક્ષણ, અનેકને નોટિસ

મોરબી મનપાની ફૂડ શાખાનું કડક ચેકિંગ: ૪૦ ખાણી-પીણીની પેઢીઓનું નિરીક્ષણ, અનેકને નોટિસ

વાસી ખાદ્યપદાર્થો, એક્સપાયરી વિગતો વિના વેચાણ અને ગંદકી બદલ કાર્યવાહી, અનેક સ્થળે ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી મનપાની ફૂડ શાખાનું કડક ચેકિંગ: ૪૦ ખાણી-પીણીની પેઢીઓનું નિરીક્ષણ, અનેકને નોટિસ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ અને અવની ચોકડી વિસ્તારમાં આવેલી ૪૦ જેટલી ખાણી-પીણી અને ફરસાણની પેઢીઓનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન અનેક સ્થળોએ વાસી ખાદ્યપદાર્થો, ફૂડ કલરનો ઉપયોગ, એક્સપાયરી વિગતો વિના વેચાતા પદાર્થો અને અનહાઇજેનિક સ્થિતિ મળી આવતા નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબી મનપાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં નવલખી રોડ પર આવેલી પશુપતિનાથ ચાઈનીઝમાં વાસી નૂડલ્સ, ફૂડ કલરનો ઉપયોગ, ગંદકી તેમજ ફૂડ લાઇસન્સ ન હોવાનું સામે આવતા ગ્રીન નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ રવાપર ચોકડી પાસે આવેલી ગુરુજી ફાસ્ટફૂડમાંથી વાસી ચટણી, ગ્રેવી, નૂડલ્સ તેમજ ફૂડ કલર મળી આવતા તમામ ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, સાઇઝ ઝીરો કેફેમાં એક્સપાયરી તારીખ વગરના પાઉં અને પિઝા બેઝ મળી આવતા તેનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ચેતના સ્વીટ એન્ડ નમકીનમાંથી એક્સપાયરી વિગતો વગરના નમકીનના પેકેટ મળી આવતા તે પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. વધુમાં જ્યાં ફૂડ લાઇસન્સ ન હતું અથવા અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી હતી તેવી તમામ પેઢીઓને ફૂડ શાખા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.

આ સાથે મહાનગરપાલિકાએ વેપારીઓને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં નિયમોના ભંગ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!