Tuesday, July 14, 2026
HomeGujaratપીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ પ્રવેશ માટે ઓનલાઈન અરજી શરૂ, ૩૧ જુલાઈ...

પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ પ્રવેશ માટે ઓનલાઈન અરજી શરૂ, ૩૧ જુલાઈ અંતિમ તારીખ

શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ માટે મોરબી જીલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિવાસી અને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણ મેળવવાની સુવર્ણ તક.

- Advertisement -
- Advertisement -

વર્તમાન વર્ષે ધોરણ-૫ માં અભ્યાસ કરતા અને નિયત વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અધિકૃત પોર્ટલ પર નિઃશુલ્ક ફોર્મ ભરી શકશે.

મોરબી: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા પીએમ જવાહર નવોદય વિદ્યાલય (કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબી) ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ ના ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પસંદગી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક ઉત્કૃષ્ટ તક છે.

આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવાર ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં મોરબી જીલ્લાની કોઈપણ સરકારી અથવા માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-૫ માં નિયમિત અભ્યાસ કરતો હોવો જોઈએ, તેમજ તેનો જન્મ ૦૧-૦૫-૨૦૧૫ થી ૩૧-૦૭-૨૦૧૭ ની વચ્ચે થયેલો હોવો અનિવાર્ય છે. આ પરીક્ષા માટે માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય સમિતિના અધિકૃત પોર્ટલ www.navodaya.gov.in પર જઈને અથવા સત્તાવાર જાહેરાતના QR કોડને સ્કેન કરીને આગામી તા. ૩૧-૦૭-૨૦૨૬ સુધીમાં નિઃશુલ્ક ફોર્મ ભરી શકે છે. આ પ્રવેશ પરીક્ષા તા. ૨૮-૧૧-૨૦૨૬ ના રોજ યોજાશે અને તેનું સંભવિત પરિણામ માર્ચ/એપ્રિલ ૨૦૨૭ માં જાહેર કરવામાં આવશે.

આ નિવાસી શાળામાં ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણની સાથે-સાથે રહેવા, ઉત્તમ ભોજન, પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ સહિતની તમામ પાયાની સુવિધાઓ તદ્દન મફત પૂરી પાડવામાં આવે છે. સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન લેબોરેટરી અને રમતગમતની સુવિધાઓથી સજ્જ આ સંસ્થામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રીય એકતાની ભાવના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. મોરબી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!