મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી/પેરોલ-ફર્લો સ્ક્વોડે રાજકોટના કુવાડવા ચોકડી નજીકથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
મોરબી એલસીબી/પેરોલ-ફર્લો સ્ક્વોડને ખાનગીરાહે બાતમી મળી કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી ફરાર આરોપી હરેશકુમાર રવજીભાઈ ઝાપડીયા ઉવ.૩૦ હાલ રહે. શિવધારા સોસાયટી કુવાડવા રાજકોટ મૂળ વતન નાળીયેરી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળો કુવાડવા ચોકડી પાસે માધવ હોટલ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. જે મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપીની કાયદેસરની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે તેને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.






