Thursday, July 16, 2026
HomeGujaratલીલાપર આવાસમાં રાખેલ એલ્યુમિનિયમ ટ્યુબલાઇટના જથ્થા મામલે કોંગ્રેસે તપાસની માંગ કરી

લીલાપર આવાસમાં રાખેલ એલ્યુમિનિયમ ટ્યુબલાઇટના જથ્થા મામલે કોંગ્રેસે તપાસની માંગ કરી

જથ્થો ગાયબ થયો હોય તો ચોરીની તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી લીલાપર આવાસ યોજનાના હોલમાં વર્ષ ૨૦૨૨માં પડેલા એલ્યુમિનિયમ ટ્યુબલાઇટના જથ્થા અંગે તપાસ કરવાની માંગ કરી છે. આ સાથે જથ્થો અન્યત્ર ખસેડાયો કે ભંગારમાં વેચાયો કે પછી ચોરી થયો તેની સ્પષ્ટતા કરવાની પણ માંગ કરવામાં આવી છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી લીલાપર આવાસ યોજનાના હોલમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન પડેલા એલ્યુમિનિયમ બોક્સવાળી ટ્યુબલાઇટના મોટા જથ્થા અંગે તપાસની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ તા.૩૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સ્થાનિકોએ હોલમાં પડેલા ટ્યુબલાઇટના જથ્થાના ફોટોગ્રાફ લીધા હતા. તે ફોટોગ્રાફના આધારે કોંગ્રેસના આગેવાનોએ સ્થળ મુલાકાત લેતા હાલ ત્યાં એક પણ ટ્યુબલાઇટ જોવા મળી ન હતી. આથી મનપાએ આ જથ્થો અન્ય સ્થળે ખસેડ્યો છે, ભંગારમાં વેચી દીધો છે કે પછી એલ્યુમિનિયમના કીમતી બોક્સની ચોરી થઈ છે તે અંગે તપાસ કરી હકીકત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જો જથ્થાની ચોરી થઈ હોવાનું સામે આવે તો જવાબદારો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!