મોરબી: સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરને પ્રથમ અને સરસ્વતી શિશુ મંદિરને દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે. સતત ત્રીજા વર્ષે સંખ્યાની દ્રષ્ટિએ મોરબી જીલ્લો સમગ્ર પ્રાંતમાં પ્રથમ સ્થાને રહ્યો છે.
સંસ્કૃત ભારતીના મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લની યાદીમાં જણાવ્યા અનુસાર, દર વર્ષે યોજાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં સાર્થક વિદ્યામંદિર, મોરબીને પ્રથમ અને સરસ્વતી શિશુ મંદિર- મોરબીને દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે. સાથે જ સંખ્યાની દ્રષ્ટિએ સતત ત્રીજા વર્ષે મોરબી જીલ્લો સમગ્ર પ્રાંતમાં પ્રથમ સ્થાને રહ્યો છે. એક સાથે સૌરાષ્ટ્રના પ્રથમ અને દ્વિતીય ક્રમે મોરબીની બે શાળાઓ આવતાં સંસ્કૃત ભારતી અને સમગ્ર મોરબી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.
અમદાવાદ ખાતે સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશ અને સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સન્માન સમારોહમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જગદીશ જોશી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. સુકાંત કુમાર સેનાપતિ તથા પી. એમ. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






