Thursday, July 16, 2026
HomeGujaratટંકારાના સરાયા ગામ નજીક એસટી બસની ટક્કરે બાઈક સવાર બે યુવકો ગંભીર...

ટંકારાના સરાયા ગામ નજીક એસટી બસની ટક્કરે બાઈક સવાર બે યુવકો ગંભીર ઘાયલ

ફૂલ સ્પીડમાં દોડતી એસટી બસે પાછળથી બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો, બસ ચાલક સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

ટંકારા-લતીપર રોડ પર સરાયા ગામ નજીક એસટી બસે પાછળથી બાઈકને ટક્કર મારતા બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં એક યુવકને માથા, પીઠ અને છાતીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ જ્યારે અન્ય યુવકને પગમાં ગંભીર ઇજા થતાં બસ ચાલક સામે બીએનએસ તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.

ટંકારા તાલુકાના સરાયા ગામ નજીક કેયડી પોલીફેબ કારખાના પાસે ટંકારા-લતીપર રોડ પર થયેલા અકસ્માતમાં ગત તા.૫ જુલાઈના રોજ ભુજ-જામનગર રૂટની એસટી બસ નં. જીજે-૧૮-ઝેડ-૮૬૫૮ના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જઈ રહેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-બીએ-૩૦૪૪ને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક ચલાવતા સચિનભાઈ રમેશભાઈ દુબરીયા ઉવ.૨૧ રહે. વીરવાવ શક્તિનગર તા. ટંકારા વાળાને કપાળ, પીઠ અને છાતીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા દર્શનભાઈ ધરમશીભાઈ નિમાવત રહે.ઓટાળા તા.ટંકારા વાળાને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્ત સચિનભાઈની ફરિયાદના આધારે ટંકારા પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!