આ અમારો કોઈ રાજકીય એજન્ડા નથી આ અમારી વ્યથા છે. દીકરીઓને બચાવવાનો પ્રયાસ છે. યુપી,એમપી, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં પણ આ અંગે કાયદો છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે વિધાનસભામાં 2 બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ જેહાદ વિરોધી બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે અને તેની પર ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં અને મધ્ય પ્રદેશમાં આ કાયદો બન્યો છે.
‘દીકરીને જેહાદીનાં હાથોમાં ન જવા દેવાય’
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે નિવેદન આપતા જણાવ્યું કે, મારા જીવનનું મોટામાં મોટું કામ આજે કરવા જઈ રહ્યો છું. હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરીએ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય. દીકરીને કસાઈઓ ના હાથમાં જતી કાયદા દ્વારા બચાવવા ગૃહ માં કાયદો લાવ્યા છીએ. તબલીગ નામની મુસ્લિમ સંસ્થા છે જેનું કામ ધર્મ પરિવર્તન નું છે આપણે સૌએ એની સામે જાગૃત થવાની જરૂર છે. અમુલ દેસાઈએ કહ્યું હતું.
‘જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ થશે’
આ સાથે તેમણે જણાવ્યું કે, આવા તત્વોની સાન ઠેકાણે લાવવા માટે આ કાયદો છે. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.
‘અલ્યા માલ્યા જમાલ્યાએ દીકરીઓનું શોષણ કર્યું’
પ્રદિપસિંહે ગૃહમાં જણાવ્યું કે, અલ્યા માલ્યા જમાલ્યાએ દીકરીઓનું શોષણ કર્યું છે. યુવક નામ બદલી નાંખે અને તે હિન્દૂ ધર્મમાં માને તેવું દર્શાવે છે. નડિયાદમાં મેડિકલમાં અભ્યાસ કરતી 20 વર્ષની દીકરીને 44 વર્ષના વિધર્મી દ્વારા ફોસલાવવામાં આવી જાળમાં ફસાવવામાં આવી હતી. પાલનપુરમાં પણ 17 વર્ષની દીકરી સાથે પણ આવી ઘટના બની હતી, ખેડા અને બનાસકાંઠામાં પણ આવા કિસ્સો સામે આવ્યો. અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ આવો કેસ સામે આવ્યો. ક્યારેય લગ્ન કરાવનાર ધાર્મિક ગુરુઓ મૌલવીઓ પણ છોકરી નિકાહ કબૂલ બોલે કે ના બોલે લગ્ન કરવી દે છે. આવા જેહાદી તત્વો સાથે ધાર્મિક ગુરુઓ આકાઓ ખોટી રીતે દીકરીઓ સાથે છેતરપિંડી કરે છે. અમદાવાદ જુહાપુરા માંરમઝાન ઇકબાલ ઘાંચીએ પિન્ટુ ઠાકોર નામ બદલી પ્રેમજાળમાં ફસાવી અંગત પળોના વીડિયો વાયરલ કર્યા અને લગ્ન કરવા દબાણ કર્યું, બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું.
‘આ કોઈ રાજકીય એજન્ડા નથી આ અમારી વ્યથા છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે, કેરળમાં 2006થી 2009માં લવજેહાદની 4500 ઘટના નોંધાઇ હતી. કેરળમાં cm દ્વારા હાઉસના ફ્લોર પર આ વાત કહી હતી. કેટલીક યુવતીઓને જાળમાં ફસાવી જેહાદી આતંકવાદી પ્રવૃત્તિમાં આવી દીકરીઓનો ઉપયોગ કરવાનું ષડયંત્ર ચાલતું હોવાના કિસ્સા છે. મેં દેશમાં દાખલા, રાજ્યના દાખલા અને શહેરના કિસ્સાઓ મૂક્યા છે. આ અમારો કોઈ રાજકીય એજન્ડા નથી આ અમારી વ્યથા છે. દીકરીઓને બચાવવાનો પ્રયાસ છે. યુપી,એમપી, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં પણ આ અંગે કાયદો છે. આ બધા રાજ્યમાં આ ગુનો બિન જમીન પાત્ર છે.
‘મદદ કરવાવાળા મુલ્લા મૌલવીઓ સામે કાર્યવાહી થશે ‘
કડક શબ્દોમાં તેમણે જણાવ્યું કે, ભારતને આંતરિક રીતે ખોખલો કરવા આંતકવાદીઓએ લવ ઝેહાદનો રસ્તો અપનાવ્યો છે. લવ જેહાદથી માત્ર ભારત ત્રસ્ત નથી પરંતુ અમેરિકા સહિત સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. લવ જેહાદ શબ્દએ 2009માં કર્ણાટકમાં એક યુવતી પોતાના મુસ્લિમ બોય ફ્રેન્ડ સાથે ભાગી ગયા બાદ પ્રચલિત થયો છે. નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડીત નહી પંરતુ પરીવારજનો પણ કરી શકશે. પિડિત સાથે લોહીના સંબંધ ધરાવનારા વ્યક્તિઓ પણ ફરીયાદ કરી શકશે. લવ જેહાદ માટે ફંડીગ થતુ હોય છે. આરબ દેશોમાંથી હવાલાનાં મારફતે આ ફંડ ભારત પહોંચે છે. આવું કરવા વાળા એ લોકો છે જે આપણને ભગવાન રામચંદ્રના દર્શન કરવાથી વંચિત રાખ્યા ક્રોસ બોર્ડર ટેરરીઝમ કરવા વાળા લોકો છે. ધાર્મિક કટ્ટરતા વાળા લોકો છે. ટુકડે ટુકડે ગેંગ વાળા લોકો છે. મદદગારી કરવા વાળા મુલ્લા મૌલવીઓ સામે કાર્યવાહી થશે. આ સાથે સોશિયલ મીડિયાથી બનતા કિસ્સામાં પણ કાર્યવાહી થશે.