Saturday, November 28, 2026
HomeGujaratટંકારા તાલુકાના ગણેશપર(વિરવાવ) ગામમાં બાગાયત ખાતા બાગાયતિ પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા...

ટંકારા તાલુકાના ગણેશપર(વિરવાવ) ગામમાં બાગાયત ખાતા બાગાયતિ પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા એક દિવસીય ખેડૂત શિબિર યોજાઈ

નાયબ બાગાયત નિયામક વી.એચ. નકુમ, અને કૃષિ વૈજ્ઞાનિકશ્રી સહિતના દ્વારા અપાયુ માર્ગદર્શન

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગામ ગણેશપર(વિરવાવ) ખાતે બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી એક દિવસીય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેડૂતોને બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ, પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ, જમીનની ફળદ્રુપતા જાળવવી, પાક સંરક્ષણ તથા ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા જેવા વિવિધ વિષયો પર મોરબી જિલ્લાના બાગાયત અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ શિબિરના માધ્યમથી ખેડૂતોમાં બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કેળવવા તથા આધુનિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા, જમીનનું સ્વાસ્થ્ય જાળવવા તથા પર્યાવરણને અનુકૂળ અને ગુણવત્તાયુક્ત બાગાયતી ઉત્પાદન મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોરબી નાયબ બાગાયત નિયામક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(KVK)ના વૈજ્ઞાનિક, મદદનીશ બાગાયત નિયામક, બાગાયત અધિકારી, બાગાયત મદદનીશ, સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!