Monday, July 20, 2026
HomeGujaratટંકારા:ઘુનડા નજીક ઓમ વિલા બંગલામાં હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર રેન્જ આઈજીની ટીમનો દરોડો:૪૪.૭૬....

ટંકારા:ઘુનડા નજીક ઓમ વિલા બંગલામાં હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર રેન્જ આઈજીની ટીમનો દરોડો:૪૪.૭૬. લાખના મુદામાલ સાથે નવ જુગારી ઝડપાયા

૯ જુગારી રોકડા ૨૪.૩૦ લાખ સાથે ઝડપાયા: રોકડ, ૯ મોબાઈલ, ૨ કાર સહિત ૪૪.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબીના ટંકારા તાલુકાના ઘુનડા ગામની સીમમાં આવેલા ઓમ વિલા રેસિડેન્સીના એ-૩ નંબરના બંગલામાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ તીનપત્તીના જુગારધામ પર કચ્છ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી ૯ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ.૪૪.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

ટંકારા તાલુકાના ઘુનડા-સજનપર રોડ પર આવેલા ઓમ વિલા રેસિડેન્સીના એ-૩ નંબરના બંગલામાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર કચ્છ રેન્જ આઈજીની ક્રાઈમ ટીમે દરોડો પાડી નવ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જેમાં આરોપી દેવશંકર હિમંતલાલ શિતાણી રહે.રાજનગર પંચાસર રોડ મોરબી વાળો પોતાના કબજાના બંગલામાં બહારથી માણસોને બોલાવી નાલના પૈસા ઉધરાવી જુગાર રમાડતો હતો.

દરોડા દરમિયાન બંગલાના ઉપરના માળે ગંજીપાનાના પાનાથી તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા ૧)હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા ઉવ.૩૬ રહે.ચરાવડા દેવડીયા રોડ તા.હળવદ, ૨)જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા ઉવ.૩૭ રહે.પ્રમુખ સોસાયટી પંચાસર રોડ મોરબી, ૩)ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા ઉવ.૩૦ રહે.કુબેરનગર-૨ ત્રિલોકધામ નવલખી રોડ મોરબી, ૪)નરોતમભાઈ વિરજીભાઈ ફેફર ઉવ.૪૮ રહે.વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ નરસંગ ટેકરી મોરબી, ૫)અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી ઉવ.૫૬ રહે.ગજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ જી.જામનગર, ૬)રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી ઉવ.૪૦ રહે.નેસડા સુરજી તા.ટંકારા, ૭)ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી ઉવ.૩૩ રહે.શક્તિ સોસાયટી ફ્લેટ નં.૩૦૧ મોરબી ૮)જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા ઉવ.૪૨ રહે.ન્યુ ચંદ્રેશ સોસાયટી શેરી નં.૩ મુનનગર મોરબી તથા ૯)દેવશંકર હિમંતલાલ શિતાણી ઉવ.૪૯ રહે.રાજનગર પંચાસર રોડ મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૨૪,૩૦,૮૦૦/-, ૯ નંગ મોબાઈલ ફોન કિ.રૂ.૪૬,૦૦૦/- અને હ્યુન્ડાઈ ક્રેટા રજી. નં. જીજે-૩૬-એએફ-૬૫૬૨ તથા મારુતિ સુઝુકી વિક્ટોરીયા રજી.નં. જીજે-૩૬-એઆર-૦૪૨૯ કિ.રૂ.૨૦ લાખ એમ કુલ રૂ.૪૪,૭૬,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરોડામાં પકડાયેલ તમામ આરોપીઓને ટંકારા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!