Sunday, July 19, 2026
HomeGujaratમાળીયા-મીયાણા વિસ્તારમાં શંકાસ્પદ બાઈક સાથે યુવક ઝડપાયો: SOGએ ચોરીનું બાઈક કબ્જે કર્યું

માળીયા-મીયાણા વિસ્તારમાં શંકાસ્પદ બાઈક સાથે યુવક ઝડપાયો: SOGએ ચોરીનું બાઈક કબ્જે કર્યું

મોરબી એસ.ઓ.જી. ટીમે માળીયા-મીયાણા પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નંબર વગરની મોટરસાયકલ સાથે ફરતા એક ઇસમને ઝડપી પાડી ચોરી કે છળકપટથી મેળવાયેલી હોવાની શંકાના આધારે બાઈક કબ્જે કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચોરીના બનાવો અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માળીયા-મીયાણાના ત્રણ રસ્તા નજીક મોરબી તરફથી નંબર પ્લેટ વગરની કાળા રંગની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે એક શંકાસ્પદ વ્યક્તિ આવતો જોવા મળ્યો હતો.

પોલીસે તેને અટકાવી મોટરસાયકલ અંગે પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. ઉપરાંત વાહનના આર.સી. બુક સહિતના દસ્તાવેજો પણ રજૂ કરી શક્યો નહોતો. ત્યારબાદ એન્જિન નંબરના આધારે તપાસ કરતાં પણ વાહનના માલિકની વિગતો મળી આવી નહોતી.

પ્રાથમિક તપાસમાં મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવાયેલી હોવાની શંકા ઉભી થતાં પોલીસે રૂ. 20,000 કિંમતની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબ્જે કરી હતી. તેમજ આરોપી સામે બી.એન.એસ.એસ.ની કલમ 106 તથા 35(1)(ઇ) હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે માળીયા-મીયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીની ઓળખ અસ્લમ ઉસ્માન જામ (ઉંમર 32), રહે. જુના રેલવે સ્ટેશન પાસે, મામલતદાર કચેરી બાજુ, માળીયા-મીયાણા તરીકે થઈ છે. પોલીસે મોટરસાયકલના મૂળ માલિક અને વાહનની હકીકત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!