Thursday, July 23, 2026
HomeGujaratહળવદના ગોલસણ ગામે ઘરમાંથી વિદેશી દારૂ-બિયરના ૧૯૩ નંગ ઝડપાયા, આરોપી ફરાર

હળવદના ગોલસણ ગામે ઘરમાંથી વિદેશી દારૂ-બિયરના ૧૯૩ નંગ ઝડપાયા, આરોપી ફરાર

હળવદ: ખાનગી બાતમીના આધારે હળવદ પોલીસે ગોલસણ ગામે દરોડો પાડી રૂ.૨૪,૧૨૫/-નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી સંજય વાઘજીભાઈ રાતૈયા સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોલસણ ગામે સંજય વાઘજીભાઈ રાતૈયાના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ફળીયામાં લાકડાના ઢગલા નીચે દાટેલા પ્લાસ્ટિકના બેરલમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૧૪૫ બોટલ અને માઉન્ટ ૬૦૦૦ બિયરના ૪૮ ટીન મળી કુલ રૂ.૨૪,૧૨૫/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન સ્થળ પરથી આરોપી હાજર ન મળતા તેને ફરાર જાહેર કરી હળવદ પોલીસે આરોપીને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!