Saturday, July 25, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં મેસરિયા-અદેપર રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ

મોરબી જીલ્લામાં મેસરિયા-અદેપર રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ

વાહનચાલકોએ સમઢિયાળા-સતાપર માર્ગનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવા અનુરોધ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મેસરિયા થી અદેપર તરફ જતા રોડ પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું હોવાથી, કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ન સર્જાય તે અર્થે સ્થાનિક નાગરિકોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

વાહનચાલકો તથા સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સમઢિયાળા – સતાપર વાળા રોડને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવા માટે જણાવવામાં આવ્યું છે.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ધોવાયેલા બંધ રસ્તા પર જવાનું સાહસ ન કરવા અને તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!