હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજી ની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી:ચાલુ વર્ષા એ આ રથયાત્રા દરમિયાન મોરબી ના અનેક ભક્તો એ ભગવાન ના રથ ની રસી ખેંચી અને દર્શન નો લ્હાવો લીધો
આ રથયાત્રા મા ઇસ્કોન અહમદાવાદ અને ઇસ્કોન ભુજ ના પ્રેસિડન્ટ કલાનાથ ચૈતન્ય પ્રભુજી ભક્તો સાથે ઉપસ્થિત થઇ મહા હરિનામ સંકીર્તન કારવ્યું અને શ્રી જગન્નાથ રથયાત્રા ની કથા નું મોરબી વાસીઓને રસપાન કરાવ્યું હતું.
રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નાથજી ને છપ્પન ભોગ લગાવામાં આવ્યો હતો અને પાંચસો કિલો બુંદી પ્રસાદ અને બસ્સો કિલો શીરો પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું અને છેલ્લે ભક્તોએ મહાપ્રસાદ નો આનંદ પ્રાપ્ત કરીયો હતો.
આ રથયાત્રા દરમિયાન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા પણ જોડાયા હતા અને આ સનાતન પરંપરા ને ગામડે ગામડે સુધી પહોંચાડવા સહયોગી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.આ રથયાત્રા સફળ બનાવા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી દ્વારા સેવામાં પધારેલ સર્વે લોકો નો , પોલીસ કર્મચારીઓ, યુવાશકિત ગ્રુપ-મોરબી તેમજ આ રથયાત્રા ના તમામ સહયોગી જનોનો આભાર વ્યક્ત કર્યો હતો.






