Sunday, September 13, 2026
HomeGujaratટંકારાના વિરપરમાં દિવાલના જૂના ઝઘડાની અદાવતમાં બે પાડોશી પરિવારો વચ્ચે બબાલ

ટંકારાના વિરપરમાં દિવાલના જૂના ઝઘડાની અદાવતમાં બે પાડોશી પરિવારો વચ્ચે બબાલ

ટંકારા પોલીસે બંને પક્ષની ફરિયાદમાં પાંચ મહિલા સહિત સાત સામે ગુનો નોંધ્યો.

- Advertisement -
- Advertisement -

ટંકારાના વિરપર ગામે ઘરની દિવાલના જૂના ઝઘડાની અદાવતમાં બે પાડોશી પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. બંને પક્ષે એકબીજા સામે ગાળો, ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા, ટંકારા પોલીસે બંને ફરિયાદના આધારે કુલ પાંચ મહિલા સહિત સાત વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રથમ ફરિયાદની મળતી વિગતો મુજબ, વિરપર ગામે રહેતા ભાવનાબેન મહેશભાઈ ચાવડા પોતાના ઘરના ફળિયામાં ટાઇલ્સ દિવાલ પાસે ગોઠવી રહ્યા હતા ત્યારે સામે રહેતા આરોપી સોનલબેન અને તેમના માતા આરોપી શાંતાબેન સાથે જૂના દિવાલના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતાં ભાવનાબેન નીચે પડી જતાં પગમાં મુંઢ ઈજા થઈ હતી. જે બાદ શાંતાબેનના દીકરા આરોપી મુકેશ આંબાભાઈ ચાવડાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ફરિયાદી ભાવનાબેનની ફરિયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી.

જ્યારે સામા પક્ષે ફરિયાદી શાંતાબેને ફરિયાદ નોંધાવી કે, આરોપી ભાવનાબેન, લક્ષ્મણભાઈ તથા તેમની બે દીકરીઓ દર્શનાબેન અને પ્રિતીબેને તેમની તથા તેમની પુત્રી સોનલબેન સાથે ઝઘડો કરી ગાળો આપી હતી અને આરોપીબલક્ષ્મણભાઈએ જગ્યા ખાલી નહીં કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સામાપક્ષની ફરિયાદને આધારે પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

હાલ ટંકારા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદને આધારે પાંચ મહિલા સહિત કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!