Friday, July 31, 2026
HomeGujaratમોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો : વર્ષ ૨૦૨૦ માં નોંધાયેલ પોક્સોના ગુનામાં...

મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો : વર્ષ ૨૦૨૦ માં નોંધાયેલ પોક્સોના ગુનામાં આરોપીને દશ વર્ષની સખત કેદ અને ૨૫ હજારનો દંડ ફટકારાયો

મોરબી: મોરબીની પોક્સો કોર્ટ દ્વારા વર્ષ 2020 સગીરા ને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું જે પોક્સોની વિવિધ કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો જે કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી સંજયભાઈ રાણાભાઈ સોલંકી ને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ તેમજ ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ભરપાઈ ન કરે તો વધારાની છ મહિનાની સાદી કેદ ભોગવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા ગુનામાં આરોપી સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો અધિનિયમની કલમ 3, 4 અને 18 હેઠળ ગુનો નોંધાયો હતો.આ કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલ ૯ મૌખિક પુરાવા અને ૧૯ દસ્તાવેજી પુરાવા તેમજ મદદનીશ સરકારી વકીલ એન.ડી. કારિઆની દલીલોને ધ્યાને લઈને સ્પેશિયલ જજ (પોક્સો કોર્ટ) અને એડિશનલ સેશન્સ જજ, મોરબીએ આરોપીને પોક્સો અધિનિયમની કલમ-4 હેઠળ દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!