મોરબી સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી: લિસ્ટેડ આરોપીને દબોચી લેવાયો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચાર મહિનાથી પ્રોહીબિશનના ગુનામાં ફરાર રહેલા લિસ્ટેડ આરોપી દિવ્યેશ ઉર્ફે ડાયો બાંભવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત તા. ૬ એપ્રિલના રોજ નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપી દિવ્યેશભાઈ ઉર્ફે ડાયો મોહનભાઈ બાંભવા રહે. તુલશીપાર્ક શનાળા બાયપાસ મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી સામે મોરબી સીટી એ ડિવિઝન ઉપરાંત ટંકારા અને જોડીયા પોલીસ મથકોમાં પણ પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ આરોપીને હસ્તગત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






