Sunday, August 2, 2026
HomeGujaratહળવદના ત્રણ ગામોમાં નાના બાળકો સહિત 24 લોકોનું સફળ રેસ્ક્યુ:કલેક્ટર ફસાયેલા લોકો...

હળવદના ત્રણ ગામોમાં નાના બાળકો સહિત 24 લોકોનું સફળ રેસ્ક્યુ:કલેક્ટર ફસાયેલા લોકો સાથે ફોનથી સંપર્કમાં રહ્યા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ભારે વરસાદ અને પાણીના પ્રવાહ વચ્ચે અલગ અલગ ત્રણ ગામોમાં નાના બાળકો સહિત કુલ 24 લોકો ફસાઈ જતાં તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામમાં 5, સુખપર ગામમાં 15 અને ઇંગોરાળા ગામમાં 7 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોમાં નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો.

બનાવની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે મોડી રાત્રી સુધી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનું સતત મોનીટરીંગ કર્યું હતું. કંટ્રોલ રૂમમાંથી અધિકારીઓએ ફસાયેલા લોકો સાથે ફોન પર સતત સંપર્ક જાળવી તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

રેસ્ક્યુ કામગીરીમાં NDRF, SDRF, પોલીસ વિભાગ તેમજ પ્રાંત અધિકારીની ટીમોએ સંકલન સાથે કામગીરી કરી હતી.કલાકોની જહેમત બાદ તમામ ફસાયેલા લોકોને સફળતાપૂર્વક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વહીવટી તંત્ર, બચાવ દળો અને સ્થાનિક ટીમોની સતત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!