Sunday, August 2, 2026
HomeGujaratવાંકાનેરમાં ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા

વાંકાનેરમાં ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા

સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વાંકાનેર સીટી પોલીસની સફળ કામગીરી: રૂ.૩.૧૨ લાખનો મુદ્દામાલ કબજે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના દિગ્વિજયનગર (પેડક) સોસાયટી વિસ્તારમાંથી ચોરાયેલી મારુતિ સુઝુકી ઇકો કારનો ભેદ વાંકાનેર સીટી પોલીસે થોડા જ દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરાયેલી કાર અને બે મોબાઇલ મળી કુલ રૂ.૩.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વાંકાનેરના દિગ્વિજયનગર (પેડક) સોસાયટી જસદણ સીરામીક વાળી શેરી વિસ્તારમાંથી ગત ૨૬ જુલાઈ ૨૦૨૬ના રોજ મનસુખભાઈ પોપટભાઈ બોચીયાની મારુતિ સુઝુકી ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એલ-૧૯૭૫ ચોરી થઈ હતી. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પર્વતકુમારી આર. સોલંકી અને તેમની ટીમે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ઢુંવા બ્રિજ નજીકથી બે શંકાસ્પદ ઈસમોને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેમણે કાર ચોરીની કબૂલાત આપી હતી. પકડાયેલા આરોપીઓમાં રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર રહે. દિગ્વિજયનગર વાંકાનેર અને જાવિદભાઈ ગફારભાઈ તરીયા રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળાની પાસેથી પોલીસે રૂ.૩ લાખની ચોરાયેલી ઇકો કાર તથા રૂ.૧૨ હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલ આરોપી રાકેશ ઉર્ફે રોકી સામે અગાઉ અમદાવાદ અને રાજકોટમાં ચોરી તેમજ અન્ય ગુનાઓ નોંધાયેલા છે.

સમગ્ર સફળ કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ મથક પીઆઈ પર્વતકુમારી આર. સોલંકી સહિતની ટીમ જોડાયેલી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!