Sunday, August 2, 2026
HomeGujaratમોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવક પર લોખંડના ઘણ અને પાઇપથી હુમલો

મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવક પર લોખંડના ઘણ અને પાઇપથી હુમલો

પાંચ-છ વર્ષ પહેલા થયેલ ઝઘડામાં પોલીસ ફરિયાદ અને બે દિવસ અગાઉ સામે જોવા બાબતે માર માર્યો, ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ ઉપર મનીષ વિદ્યાલય સામે જૂના ઝઘડામાં કરેલ પોલીસ ફરિયાદ તેમજ બે દિવસ પહેલા એકબીજા સામે જોવા બાબતનો ખાર રાખી ત્રણ શખ્સોએ એક યુવક ઉપર લોખંડના ઘણ અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકના પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મોરબીના વાવડી રોડ સુમતીનાથ સોસાયટીમાં રહેતા હરેશભાઈ જલાભાઈ દેવસુર ઉવ.૨૮એ નોંધાવેલી ફરિયાદ મુજબ, પાંચ-છ વર્ષ પહેલાં થયેલા ઝઘડાની પોલીસ ફરિયાદનો ખાર રાખીને આરોપી સલીમ ઉર્ફે સલો, બાબુ સંધી અને મકબુલ સંધીએ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. ગત ૩૧ જુલાઈના રોજ સાંજે ફરિયાદી એક્ટિવા પર વાવડી ગામથી મોરબી તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન મનીષ વિદ્યાલય સામે ડિલક્સ પાનની દુકાન પાસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ તેમને રોકી બે દિવસ પહેલાં સામસામે જોતા કાતર મારવાનું કારણ પૂછી ગાળો આપી આરોપી સલીમે લોખંડના ઘણથી જમણા પગ પર, જ્યારે બાબુ અને મકબુલે લોખંડના પાઇપ વડે પગ તથા ખભાના ભાગે માર માર્યો હતો. હુમલામાં ફરિયાદી હરેશભાઈના જમણા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.હાલ સીટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!