મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં આવેલી માઈન સ્લોન માઈક્રો ફેક્ટરીના પાણી ભરેલા કૂવામાં પડી જતાં એક શ્રમિકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, કાલીકાનગર ગામની સીમમાં આવેલી માઈન સ્લોન માઈક્રો ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા આદર્શભાઈ મહેશભાઈ વર્મા મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના ગનીયારી ગામના વતની ગત તા.૩૧/૦૭ના રોજ તેઓ કોઈ કારણસર ફેક્ટરીમાં આવેલા પાણી ભરેલા કૂવામાં પડી જતાં ડૂબી ગયા હતા, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધી આગળની તપાસ શરૂ કરી છે.






