Monday, August 3, 2026
HomeGujaratહળવદ-સરા રોડ પર દુકાનના તાળા તૂટ્યા, રૂ.૧.૩૦ લાખની સોપારી-તમાકુની ચોરી

હળવદ-સરા રોડ પર દુકાનના તાળા તૂટ્યા, રૂ.૧.૩૦ લાખની સોપારી-તમાકુની ચોરી

શટરનું તાળું તોડી તસ્કરો ૨૩૦ કિલો સોપારી અને બાગબાન તમાકુના ૫૦ ડબ્બા ઉઠાવી ફરાર, અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદ-સરા રોડ પર આવેલી સોપારીની દુકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો રૂ.૧.૩૦ લાખની કિંમતની ૨૩૦ કિલો સોપારી અને ૫૦ તમાકુના ડબ્બા ચોરી ગયાના બનાવને લઈને વેપારીની ફરિયાદને આધારે હળવદ પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના સલાટ ફળી ધ્રાંગધ્રા દરવાજા અંદર રહેતા અને સરા રોડ પર સાધના કોમ્પ્લેક્ષમાં “મયુર એસ. માણેક” નામે સોપારીનો વેપાર કરતા રામસંગ બહાદુરસંગ ઠાકુર ઉવ.૩૮એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ૩૧ જુલાઈની રાત્રે દુકાન બંધ કર્યા બાદ બીજા દિવસે શનિવાર હોવાથી દુકાન બંધ રાખવામાં આવી હતી. દરમિયાન ભારે વરસાદ બાદ દુકાનમાં પાણી ભરાયું છે કે કેમ તે જોવા જતા શટરના તાળા તૂટેલા હોવાનું જોવા મળ્યું હતું. જેથી દુકાનમાં તપાસ કરતાં અલગ અલગ માપની કોથળીઓમાં રાખેલ કુલ ૨૩૦ કિલો સોપારી તેમજ બાગબાન તમાકુના ૫૦ ડબ્બા મળી કુલ રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ ચોરી થયેલો હોવાનું સામે આવ્યું હતું. હાલ હળવદ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!