મોરબીની આયુષ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગ હેઠળ પથરી, પ્રોસ્ટેટ, કિડની અને મૂત્રમાર્ગ સંબંધિત વિવિધ રોગોની આધુનિક સારવાર ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. અનુભવી તબીબોની ટીમ દ્વારા અદ્યતન ટેકનોલોજીની મદદથી દર્દીઓને નિદાન અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
હોસ્પિટલમાં પથરીના દૂરબીનથી ઓપરેશન, પ્રોસ્ટેટના દૂરબીનથી ઓપરેશન, યુરેથ્રોપ્લાસ્ટી, કિડની માટે લેપ્રોસ્કોપિક ઓપરેશન તેમજ મૂત્રમાર્ગ સંબંધિત વિવિધ પ્રકારના ઓપરેશનો કરવામાં આવે છે. ઉપરાંત મૂત્રમાર્ગના કેન્સરની સારવાર અને પુરુષ વંધ્યત્વ નિવારણ માટે પણ નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ છે.
હોસ્પિટલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પેશાબમાં તકલીફ, પથરી, પ્રોસ્ટેટની સમસ્યા, કિડનીના રોગો અથવા મૂત્રમાર્ગ સંબંધિત કોઈપણ લક્ષણો જણાય તો સમયસર નિષ્ણાતની સલાહ લઈ યોગ્ય સારવાર કરાવવી જોઈએ.
વધુ માહિતી અથવા અપોઇન્ટમેન્ટ માટે દર્દીઓ આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી ખાતે સંપર્ક કરી શકે છે અથવા ફોન નંબર 75750 88884 પર સંપર્ક કરી શકે છે.






