મોરબીની આયુષ હોસ્પિટલમાં 20 વર્ષથી પગની ગંભીર તકલીફ અને સતત દુખાવાથી પીડાતા દર્દીને સફળ સારવાર મળતા તેમના જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી છે. લાંબા સમયથી પગના દુખાવાને કારણે દર્દીને ચાલવા-ફરવામાં તેમજ રોજિંદા જીવનના સામાન્ય કામકાજ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
દર્દીએ આયુષ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ તપાસ કરાવી અને જરૂરી સારવાર લીધી. યોગ્ય નિદાન અને સફળ સારવાર બાદ હાલ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે તેઓ પહેલાં કરતાં વધુ સરળતાથી ચાલી-ફરી શકે છે અને સામાન્ય જીવન જીવી રહ્યા છે.
દર્દીએ પોતાના અનુભવને શેર કરતાં જણાવ્યું કે, “ઓપરેશનથી ડરવાની જરૂર નથી. જો ડોક્ટર ઓપરેશન કરવાની સલાહ આપે તો યોગ્ય સમયે તે કરાવવું જોઈએ. સમયસરની સારવાર જીવનને ફરી સરળ બનાવી શકે છે.”
સાથે જ તેમણે સારવાર દરમિયાન મળેલી ઉત્તમ તબીબી સેવા, કાળજી અને સહકાર બદલ હોસ્પિટલના ડોક્ટરો તથા સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આયુષ હોસ્પિટલ દ્વારા જણાવાયું છે કે પગ, સાંધા અને હાડકાં સંબંધિત લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ માટે સમયસર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે, જેથી દર્દીઓને યોગ્ય સારવાર દ્વારા વધુ સારું જીવન મળી શકે.






