Tuesday, August 4, 2026
HomeGujaratહળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સ ઓફિસમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો: ત્રણ જુગારીઓ ઝડપાયા

હળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સ ઓફિસમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો: ત્રણ જુગારીઓ ઝડપાયા

હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં ચાલી રહેલા જુગારધામ પર મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે દરોડો પાડી ત્રણ જુગારીઓને રોકડા રૂપિયા 61,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજના સૂચન અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી ચાલી રહી છે. જેના ભાગરૂપે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં વિજયભાઈ છગનભાઈ પટેલ બહારથી લોકોને બોલાવી નાલ ઉઘરાવી ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો ‘તીન પત્તી’નો જુગાર રમાડે છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા ત્રણ શખ્સો ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે ગંજીપત્તાના પાના તથા રોકડા મળી કુલ ₹61,000નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિજયભાઈ છગનભાઈ માકાસણા,રફીકભાઈ હારૂનભાઈ મોવર,દિલીપભાઈ અરવિંદભાઈ સોનગ્રા ને ઝડપી પાડ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબી મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI પેરોલ ફર્લો સ્કવોડ તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે સંયુક્ત રીતે હાથ ધરી હતી. હાલ હળવદ પોલીસ દ્વારા આરોપીઓ સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!