Tuesday, August 4, 2026
HomeGujaratમોરબી આયુષ હોસ્પિટલમાં અદ્યતન ન્યુરો સર્જરી વિભાગ શરૂ:મગજ અને કરોડરજ્જુની જટિલ બીમારીઓની...

મોરબી આયુષ હોસ્પિટલમાં અદ્યતન ન્યુરો સર્જરી વિભાગ શરૂ:મગજ અને કરોડરજ્જુની જટિલ બીમારીઓની સારવાર હવે મોરબીમાં જ મળી શકશે

મોરબીના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. શહેરની આયુષ હોસ્પિટલમાં અદ્યતન ન્યુરો સર્જરી વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યાં હવે મગજ, મણકા અને કરોડરજ્જુ સંબંધિત વિવિધ જટિલ રોગોની નિદાન અને સર્જરી સહિતની સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.

- Advertisement -
- Advertisement -

હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વિભાગમાં મગજની ઈજાઓ, કરોડરજ્જુના ઘસારાને લગતી સર્જિકલ તકલીફો, હાથ-પગની નસોનું દબાણ અને કમજોરી, કમર તથા ગરદનના દુઃખાવા, કરોડરજ્જુની ગાંઠ અને ટીબી જેવી સમસ્યાઓની સારવાર કરવામાં આવે છે.

આ ઉપરાંત મગજનું ટ્યુમર, મગજમાં પાણી ભરાવાની સમસ્યા, માઈગ્રેન, સ્ટ્રોક (પક્ષઘાત), ટ્રાઈજેમીનલ ન્યુરાલજીયા, મગજની નસ ફાટી જવી અથવા ફૂલી જવી (એન્યુરિઝમ), મગજની ગાંઠ અને મગજના ટીબી જેવી ગંભીર બીમારીઓ માટે પણ નિષ્ણાત સારવાર ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.

હોસ્પિટલનું કહેવું છે કે આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની સેવાઓના કારણે હવે દર્દીઓને આવી સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂરિયાત ઓછી રહેશે.

વધુ માહિતી અથવા સારવાર માટે દર્દીઓ આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી ખાતે સંપર્ક કરી શકે છે અથવા 75750 88884 નંબર પર માહિતી મેળવી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!