Wednesday, August 5, 2026
HomeGujaratસાપકડા ગામના સરપંચને ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ...

સાપકડા ગામના સરપંચને ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાના સાપકડા ગામમાં સ્મશાનમાં માટી નાખવાના મુદ્દે ગામના સરપંચને ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગામના જ એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. હાલ હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના સાપકડા ગામના સરપંચ નટુભાઈ ગોરધનભાઈ કણઝારિયા ઉવ.૬૧એ આરોપી નાગજીભાઈ લખમણભાઈ ખાંભાલા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામના અનુસૂચિત જાતિના સમાજના સ્મશાનમાં માટી નાખવાના મુદ્દે આરોપી નાગજીભાઈ ખાંભાલાએ ફોન કરી કામ અંગે પૂછપરછ કરી હતી. સરપંચે તાલુકા પંચાયતની મંજૂરી મળ્યા બાદ કામગીરી કરવામાં આવશે તેમ જણાવતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સમગ્ર મામલે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!