Wednesday, August 5, 2026
HomeGujaratઇન્સ્ટાગ્રામ મેસેજ અંગે પૂછતાં પતિએ પત્નીને બેલ્ટથી માર માર્યો, મહિલા પોલીસમાં ફરિયાદ

ઇન્સ્ટાગ્રામ મેસેજ અંગે પૂછતાં પતિએ પત્નીને બેલ્ટથી માર માર્યો, મહિલા પોલીસમાં ફરિયાદ

સાસુએ ગાળો આપી, પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ.

- Advertisement -
- Advertisement -

મોરબીના શકત શનાળા ગામે પતિના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામમાં અન્ય યુવતીને મેસેજ કરેલ હોય જે અંગે પત્ની દ્વારા પૂછપરછ કરી હતી, જેથી એકદમ ઉશ્કેરાઈ પતિએ પત્નીને બેલ્ટ વડે માર માર્યો હતો, જ્યારે સાસુએ પણ જેમફાવે તેમ પરિણીતાને અપશબ્દો બોલ્યા હતા. ત્યારે આ મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ અને સાસુ સામે શારીરિક-માનસિક ત્રાસ, ગાળો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતી પરિણીતા સુનિતાબેન પ્રકાશભાઈ છનાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર આવેલા મેસેજ અંગે પૂછતાં પતિ પ્રકાશભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને બેલ્ટ વડે માથા તેમજ શરીરના ભાગે માર માર્યો હતો. હુમલામાં માથામાં ઇજા તેમજ હાથની ટચલી આંગળીનું નખ નીકળી ગયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં સાસુ નંદુબેને પણ ગાળો આપી પતિનો પક્ષ લીધો હોવાનું અને છેલ્લા બે-ત્રણ વર્ષથી બંને દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિતાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે મોરબી મહિલા પોલીસે પતિ અને સાસુ સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!