Saturday, August 8, 2026
HomeGujaratમોરબીના પ્રેમજીનગર નજીક ટ્રકે પાછળથી ટક્કર મારતા બાઈકચાલકનું મોત

મોરબીના પ્રેમજીનગર નજીક ટ્રકે પાછળથી ટક્કર મારતા બાઈકચાલકનું મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર પ્રેમજીનગર ગામ નજીક ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક પોતાનું વાહન હંકારી મોટરસાયકલને પાછળથી હડફેટે લેતા ૪૩ વર્ષીય બાઈકચાલકનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. અકસ્માત મામલે મૃતકના ભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, ગત તા. ૬ ઓગસ્ટના રોજ મુકેશભાઈ વાઘજીભાઈ સોલંકી ઉવ.૪૩ પોતાના હોન્ડા સાઈન મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએસ-૮૭૫૮ લઈને વાંકાનેર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પ્રેમજીનગર ગામથી થોડે આગળ પહોંચતા જીજે-૩૬-એક્સ-૫૦૦૬નંબરના ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવી આવી મોટરસાયકલને પાછળથી હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

અકસ્મતમાં મુકેશભાઈને બંને પગ તથા પેટના નીચેના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માનાં બનાવ અંગે મૃતકના ભાઈ કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકી ઉવ.૪૧ રહે.રાજકોટ ધર્મનગર આર.એમ.સી ક્વાર્ટર નં-૧૫-૪૩૬ ૧૫૦ફુટ રીંગરોડ ગાંધીગ્રામ રાજકોટ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!