હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટીકર ગામની સીમમાં કારી તલાવડીના અંગુર વિસ્તારમાં ખેતરના શેઢે જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા રતિલાલ હરજીવનભાઈ સીનોજીયા ઉવ.૪૨ રહે. માનગઢ તા.હળવદ અને અનિલભાઈ રતિલાલ શેરસીયા ઉવ.૩૬ રહે. અજીતગઢ તા.હળવદ વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી કુલ રૂ.૨૩,૭૦૦/- રોકડા કબજે કરી બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






