હળવદ પોલીસને બાતમી મળી કે, કીડી ગામનો દિપક ઉઘરેજા કીડીથી મીયાણી જવાના રસ્તે નર્મદા માઇનોર કેનાલ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા, જ્યાં બાવળની ઝાડીમાં ૨૦૦ લીટર ક્ષમતાના ચાર પ્લાસ્ટિકના બેરલ મળી આવ્યા હતા, જેમાં ૮૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૨૦ હજાર મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી દીપકભાઈ રુઘનાથભાઈ ઉઘરેજા રહે. કીડી તા. હળવદ વાળો હાજર નહિ મળી આવતા પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.






