Tuesday, August 11, 2026
HomeGujaratમાટેલ ગામે મકાનના ફળિયા દાટેલા વિદેશી દારૂના ૮૦ ચપલા ઝડપી લેતી પોલીસ

માટેલ ગામે મકાનના ફળિયા દાટેલા વિદેશી દારૂના ૮૦ ચપલા ઝડપી લેતી પોલીસ

વાંકાનેર તાલુકાના માટેલ ગામે પોલીસે રહેણાક મકાનના ફળિયામાં જમીનમાં દાટેલા પ્લાસ્ટિકના કેરબામાંથી વિદેશી દારૂના ૮૦ નંગ ચપલા ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી મકાન માલીક સ્થળ પર હાજર ન મળતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે માટેલ ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા આનંદભાઈ લાભુભાઈ કલોલાના મકાનમાં દરોડો પડ્યો હતો. જ્યાં મકાનના ફળિયામાં જમીનમાં દાટેલા પ્લાસ્ટિકના કેરબામાંથી આર.જે. ગ્રીન વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૮૦ નંગ બોટલ કિ.રૂ.૮,૦૦૦/-મળી આવી હતી. દરોડા દરમિયાન મકાન માલીક આરોપી આનંદભાઈ કલોલા હાજર ન મળતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!