હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં ડેમ પાટી વિસ્તારમાં ચંદુ કાનજીની વાડીના શેઢે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા અરવિંદભાઈ મહાલિયા, લાલજીભાઈ રાતૈયા, સંજયભાઈ ચારોલા, નવઘણભાઈ ચારોલા અને સમરતભાઈ શિહોરા બધા રહે. કવાડિયા તા.હળવદ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૧૫,૭૦૦/- જપ્ત કરી તમામ આરોપીઓ સને જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






