મોરબી તાલુકા વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંકળાયેલા બુટલેગર સામે ક્રાઇમ બ્રાંચે પાસાની કાર્યવાહી કરી છે. જેમાં વાલજી ઉર્ફે વાલાને પાસા હેઠળ ડિટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી અપાયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ત્રાજપર ખાતે રહેતા વાલજી ઉર્ફે વાલો શામજીભાઈ જંજવાડિયા ઉવ.૩૬ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટે આરોપીનું પાસા વોરંટ ઇશ્યુ કરતાં એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કોડની ટીમે આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કર્યો હતો. બાદમાં આરોપીને ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.






