Wednesday, August 19, 2026
HomeGujaratમોરબી તાલુકામાં જુગારની ત્રણ રેઇડમાં ૧૭ જુગારી ઝડપાયા, રૂ.૧.૮૭ લાખથી વધુ રોકડ...

મોરબી તાલુકામાં જુગારની ત્રણ રેઇડમાં ૧૭ જુગારી ઝડપાયા, રૂ.૧.૮૭ લાખથી વધુ રોકડ જપ્ત

મોરબી તાલુકા પોલીસે રંગપર, લક્ષ્મીનગર અને બરવાળા ગામે જુગારની ત્રણ અલગ-અલગ રેઇડ કરી કુલ ૧૭ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા ત્રણેય સ્થળેથી કુલ રૂ.૧,૮૭,૯૦૦/-ની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત ત્રણ અલગ-અલગ સ્થળે રેઇડ કરવામાં આવી હતી. જેમાં રંગપરથી જીવાપર જવાના રસ્તે આવેલી ઘનશ્યામસિંગ સજ્જનસિંહ ઝાલાવાડીની ઓરડીમાં ગંજીપત્તાના પાનાથી જુગાર રમતા ૧૦ ઇસમોને રૂ.૧,૨૨,૭૦૦/-ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત લક્ષ્મીનગર ગામના કોળીવાસમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમોને રૂ.૨૦,૬૦૦/-ની રોકડ સાથે, જ્યારે બરવાળા ગામમાં ખુલ્લી શેરીમાં પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા ૩ ઇસમોને રૂ.૪૪,૬૦૦ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ, ત્રણેય રેઇડમાં કુલ ૧૭ જુગારી ઝડપાયા અને કુલ રૂ.૧,૮૭,૯૦૦/-ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. આ સાથે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!