Wednesday, August 19, 2026
HomeGujaratવાંકાનેરના રાતાવીરડા રોડ ઉપરથી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે એકની અટક

વાંકાનેરના રાતાવીરડા રોડ ઉપરથી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે એકની અટક

વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર રે સીરામીક સામે ખરાબાની જમીન ઉપર જાહેરમાં એક ઇસમને વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતાવીરડા રોડ પર રે સીરામીક સામે શંકાસ્પદ હાલતમાં ઉભેલા સુરેશભાઈ લખમણભાઈ જમોડ ઉવ.૨૬ રહે.હાલ રાતાવીરડા તા.વાંકાનેર મુળ રહે.સેજકપર તા.સાયલા જી. સુ.નગર વાળાની તલાશી લેતા તેના પાસે રહેલ બાચકામાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની નાની-મોટી કુલ ૧૨ બોટલ કિ.રૂ.૨,૩૭૨/- મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!