૪૭ વર્ષીય ઉદયસીંગ ભીલાલાનું મોત: મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી તપાસ શરૂ કરી.
મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી સિમ્પોલો સીરામીકમાંથી શ્રમિકનો માટીમાં દટાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલી અ.મોત મુજબ ઉદયસીંગ થાનસીંગ ભીલાલા ઉવ.૪૭ રહે.સિમ્પોલો સીરામીક લેબર કોલોની ઘુંટુ વાળા ગઈકાલ તા.૧૮ ઓગસ્ટની રાત્રે આશરે ૧થી ૧:૩૦ વાગ્યાના અરસામાં સિમ્પોલો સીરામીકમાં માટીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.






