Wednesday, August 19, 2026
HomeGujaratમોરબી બાયપાસ હાઈવે પર અકસ્માતમાં બે યુવકોનાં કરૂણ મોત

મોરબી બાયપાસ હાઈવે પર અકસ્માતમાં બે યુવકોનાં કરૂણ મોત

રવિરાજ ચોકડી પાસે બાઈક સવાર બે મિત્રો અકસ્માતનો ભોગ બન્યા: મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી.

- Advertisement -
- Advertisement -

મોરબી બાયપાસ હાઈવે પર રવિરાજ ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા. ગાલ અકસ્માતના બનાવ અંગે તાલુકા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

મોરબી બાયપાસ હાઈવે પર રવિરાજ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઈક પર સવાર બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બંનેના કરૂણ મોત નીપજ્યા હતા. મૃતકોમાં વિપુલ રાવળદેવ ઉવ.૨૨ અને કરણ ડાભી ઉવ.૧૮ના મોત નિપજતા તાલુકા પોલીસ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને કયા સંજોગોમાં બંને યુવકોના મોત થયા તે અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!