રૂ.40 હજારની ચોરીની મોટરસાયકલ સાથે અગાઉના 13 ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
મોરબી જિલ્લા પોલીસની LCB ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને રૂ.40 હજારની ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે.પોલીસ તપાસ દરમિયાન આરોપી અસગર રમજાનભાઈ મોવરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી ચોરીમાં ગયેલી મોટરસાયકલ કબજે કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગે તપાસ દરમિયાન આરોપી અંગે માહિતી મળતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીએ પૂછપરછ દરમિયાન મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસના જણાવાયું છે.ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ મોરબી સિટી, માળીયા-મિયાણા, મોરબી તાલુકા અને હળવદ પોલીસ સ્ટેશનમાં મળી કુલ 13 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ કામગીરી LCB PI એસ.પી. જાડેજા, PSI બી.ડી. ભટ્ટ અને PSI વી.જી. માલાણી સહિતની ટીમે હાથ ધરી હતી. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.






