Thursday, August 20, 2026
HomeGujaratટંકારામાં બે અલગ અલગ દરોડામાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક પકડાયો, બે...

ટંકારામાં બે અલગ અલગ દરોડામાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક પકડાયો, બે ફરાર

મીતાણામાં રહેણાક મકાનમાંથી ૪૪ ચપલા અને જબલપુર પાટિયા પાસેથી ૧૨ બિયર ટીન મળી આવ્યા: ત્રણ સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસે મીતાણા અને જબલપુર પાટિયા નજીક રેઇડ કરી વિદેશી દારૂ-બિયરનો કુલ રૂ.૭,૬૪૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. મીતાણાના મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે જબલપુર પાટિયા પાસેથી એક શખ્સ બિયર સાથે ઝડપાયો હતો.

ટંકારા પોલીસને મળેલી બાતમીના આધારે મીતાણા ગામમાં સંજયભાઈ ગેલાભાઈ બસીયાના રહેણાક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી ૧૮૦મીલી. ની વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ ૪૪ બોટલ કિ.રૂ.૫,૯૬૦/- મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી જયદીપ બાબુભાઈ બસીયા અને સંજયભાઈ ગેલાભાઈ બસીયા હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડાની પ્રાપ્ત વિગતો અનુસાર, જબલપુર ગામના પાટિયા પાસેથી હિતેષસિંહ પ્રતાપસિંહ ચૌહાણ ઉવ.૩૫ રહે.હાલ જબલપુર ગામની સીમ ક્યુલેન કારખાનાના લેબર કવાટર્સ માં તા.ટંકારા મુળ રહે. કેસોદ જવાહર ચોક તા.કેશોદ જી.જુનાગઢ વાળાને બડવાઇઝર બિયરના ૧૨ ટીન કિ.રૂ.૧,૬૮૦/- સાથે ઝડપી લેવાયો હતો. આ સાથે પોલીસે આરોપીની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!