Thursday, August 20, 2026
HomeGujaratમોરબીના ઘુંટુ ગામ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના ઘુંટુ ગામ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે, ઘુંટુ રોડ ઉપર હેલીપેડ ગ્રાઉન્ડ પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં અમુક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોય જેથી તુરંત પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, જ્યાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાડીયા ઉવ.૨૮ રહે.ઘુંટુ ગામ, અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા ઉવ.૧૯ રહે. ભીમસર તા.જી.મોરબી અને મનસુખભાઈ નરશીભાઈ વાઘેલા ઉવ.૩૨ રહે.ઘુંટુ ગામ વાળાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૨૬,૭૫૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!