Thursday, August 20, 2026
HomeGujaratવાંકાનેરમાં બિનઅધિકૃત ખનન સામે કાર્યવાહી, રૂ.૪૦ લાખનું એક્ષકેવેટર સીઝ

વાંકાનેરમાં બિનઅધિકૃત ખનન સામે કાર્યવાહી, રૂ.૪૦ લાખનું એક્ષકેવેટર સીઝ

વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં ફાયરકલેનું બિનઅધિકૃત ખનન ઝડપાયું: મશીન પોલીસ કસ્ટડીમાં મૂકાયું.

- Advertisement -
- Advertisement -

મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં આકસ્મિક તપાસ કરી ફાયરકલેનું બિનઅધિકૃત ખનન કરતા આશરે રૂ.૪૦ લાખનું હ્યુન્ડાઈ એક્ષકેવેટર મશીન સીઝ કર્યું હતું.

મળતી વિગત મુજબ, ગત તા.૧૮ ઓગસ્ટે ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચનાથી મોરબીની તપાસ ટીમે વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન સ્થળ પરથી ફાયરકલેનું બિનઅધિકૃત ખનન કરતા પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર કિ.રૂ.૪૦ લાખ મળી આવતા તેને સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યું હતું. સીઝ કરાયેલા મશીનના માલિક તરીકે કિશનભાઈ મૈયાભાઈ દેકાવાડીયા રહે. ખેતરડી, તા.હળવદ વાળાનું નામ સામે આવ્યું છે. આ મામલે ગુજરાત મિનરલ્સ નિયમો-૨૦૧૭ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!