Thursday, August 20, 2026
HomeGujaratપોક્સો કેસમાં ચાર માસથી વોન્ટેડ આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો

પોક્સો કેસમાં ચાર માસથી વોન્ટેડ આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો સહિતના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી હાર્દિક ઉર્ફે ગુરૂ સોલંકીને પોલીસે ઝડપી પાડ્યો છે. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે રાજપર રોડ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મોરબી જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ ગુનામાં આરોપી હાર્દિકભાઈ ઉર્ફે ગુરૂ પ્રદીપભાઈ સોલંકી ઉવ.૩૦ રહે. નાની વાવડી સિદ્ધિવિનાયક સોસાયટી-૧ મૂળ રહે. શકત શનાળા મોરબી વાળો છેલ્લા ચાર માસથી ફરાર હતો. જેથી મોરબી તાલુકા પોલીસ ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી બાતમી મળી હતી કે, ઉપરોક્ત આરોપી રાજપર રોડ પર રામદેવપીરના મંદિર પાસે છે, જેથી પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરી આરોપી હાર્દિકભાઈ ઉર્ફે ગુરૂ પ્રદીપભાઈ સોલંકીને ઝડપી લઈ, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!